જુનાગઢ 14 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ જોકી એક્સક્લુસીવ સ્ટોર્સ જૂનાગઢ, ટાઇટન એક્સક્લુસીવ સ્ટોર્સ જૂનાગઢ, બજાજ કેપીટલ ઇન્સ્યુરંન્સ બ્રોકિંગ લી. તથા ભારતી એક્સા લાઇફ ઇન્સ્યુરંન્સ કંપની ખાતે સ્ટોર મેનેજર, આસી.સ્ટોર મેનેજર, સિનિયર ક્લાયન્ટ રિલેસનશીપ મેનેજર, વોચ ટેકનીસીયન, કે પ્રાયોરીટી પાર્ટનર સ્ટાફની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ એચ.એસ.સી, ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે 17 ઓકટોબર ના રોજ કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ