દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતના વતન જવા-આવવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં તા.૧૬/૧૦/૨૦૨૫ થી
એસટી બસ


જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતના વતન જવા-આવવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં તા.૧૬/૧૦/૨૦૨૫ થી તા.૦૫/૧૧/૨૦૨૫ સુધી જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. અને ડેપો ખાતેથી મુસાફરો આ સમયગાળા દરમિયાન એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે.

જો એક જ ગ્રુપના ૫૧ થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા આપવામાં આવશે. માટે દિવાળીના તહેવાર દરમ્યાન જનતાને એસ.ટી બસોની સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા એસ.ટી.જામનગરના વિભાગીય નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેના રૂટ અને ભાડુ જેમાં દ્વારકા-જામનગરનું ભાડું રૂ.૧૯૭, દ્વારકા રાજકોટનું ભાડું રૂ.૨૬૯, દ્વારકા-પોરબંદરનું ભાડું રૂ.૧૬૭, દ્વારકા-સોમનાથનું ભાડું રૂ.૨૭૯, દ્વારકા-જુનાગઢનું ભાડું રૂ.૨૫૧, જામનગર-દાહોદનું ભાડું રૂ.૪૪૨, જામનગર-સંજેલીનું ભાડું રૂ.૪૧૮ તથા જામનગર-જુનાગઢનું ભાડું રૂ.૧૮૩ નક્કી કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande