મધ્યપ્રદેશના ખંડવામાં આજે, રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન સમારોહ
- પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીને, રાષ્ટ્રીય કિશોર કુમાર પુરસ્કાર પ્રાપ્ત થશે ભોપાલ, નવી દિલ્હી,14 ઓક્ટોબર (હિ.સ.) મધ્યપ્રદેશ સરકાર, સંસ્કૃતિ વિભાગ, ખંડવા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી, દર વર્ષે સુપ્રસિદ્ધ કલાકાર ક
કિશોર કુમાર


- પ્રખ્યાત ગીતકાર

પ્રસૂન જોશીને, રાષ્ટ્રીય કિશોર કુમાર પુરસ્કાર પ્રાપ્ત થશે

ભોપાલ, નવી દિલ્હી,14 ઓક્ટોબર (હિ.સ.)

મધ્યપ્રદેશ સરકાર, સંસ્કૃતિ વિભાગ, ખંડવા જિલ્લા

વહીવટીતંત્રના સહયોગથી, દર વર્ષે

સુપ્રસિદ્ધ કલાકાર કિશોર કુમારની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન

સમારોહનું આયોજન કરી રહ્યું છે. આ બે દિવસીય સમારોહ દરમિયાન પ્રખ્યાત ગીતકાર

પ્રસૂન જોશીને આજે રાષ્ટ્રીય કિશોર કુમાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

સંસ્કૃતિ સંચાલક એનપી નામદેવે માહિતી આપી હતી કે,” આ

કાર્યક્રમ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.

કિશોર કુમાર પુરસ્કાર મુખ્ય મહેમાન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની વર્ચ્યુઅલ

હાજરીમાં, રજૂ કરવામાં આવશે. આદિવાસી બાબતોના મંત્રી કુંવર વિજય શાહ, સાંસદ જ્ઞાનેશ્વર

પાટીલ, ધારાસભ્યો નારાયણ

સિંહ પટેલ, કંચન મુકેશ તન્વે

અને વિછાયા ગોવિંદ મોરે આ કાર્યક્રમમાં હાજરી આપશે. સમારોહ પછી, મુંબઈના હેમંત

કુમાર મ્યુઝિકલ ગ્રુપ દ્વારા, કિશોર કુમારના ગીતોનું મધુર ગીત રજૂ કરવામાં આવશે.

કાર્યક્રમમાં પ્રવેશ નિશુલ્ક રહેશે.”

ફિલ્મ ઉદ્યોગના 27 દિગ્ગજોનું, અત્યાર સુધીમાં સન્માન કરવામાં આવ્યું છે-

સંસ્કૃતિ સંચાલક નામદેવે જણાવ્યું હતું કે,” સંસ્કૃતિ વિભાગ

1997 થી સુપ્રસિદ્ધ

ગાયક કિશોર કુમારની યાદમાં આ પુરસ્કાર આપી રહ્યું છે. અત્યાર સુધીમાં 27 વ્યક્તિઓને આ

પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારમાં ₹5 લાખની કરમુક્ત

રકમ અને એક તકતીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર અભિનય, પટકથા લેખન, ગીતલેખન અને દિગ્દર્શન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે

આપવામાં આવે છે.”

1997-1998 થી, સાત દિગ્દર્શકો, અભિનેતાઓ અને

પટકથા લેખકોનું સન્માન કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25 માટે કિશોર કુમાર પુરસ્કાર ગીતકાર પ્રસૂન

જોશીને એનાયત કરવામાં આવશે. પ્રસૂન જોશી 28મા કિશોર કુમાર પુરસ્કારથી સન્માનિત થનારા સાતમા ગીતકાર

હશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande