પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા છ દિવસમાં શહેરના 15,119 મિલકતધારકોને બ્લુ અને ગ્રીન એમ બે પ્રકારના કુલ 30,238 ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા 8 ઓક્ટોબરે 4,718, 9 ઓક્ટોબરે 5,650, 10 ઓક્ટોબરે 5,754, 11 ઓક્ટોબરે 5,528, 12 ઓક્ટોબરે 6,142 અને 13 ઓક્ટોબરે 2,446 ડસ્ટબીનનું વિતરણ કરાયું હતું.
અગાઉ આ વિતરણ 14 ઓક્ટોબર, 2025થી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને ડસ્ટબીન વિતરણની સમયમર્યાદા 18 ઓક્ટોબર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
હજુ પણ અડધાથી વધુ મિલકતધારકોને ડસ્ટબીન વિતરણ બાકી છે. દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ નગરપાલિકા દ્વારા વિતરણ માટેની નવી તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ