પ્રીતિ વાઢેરને રોજગાર મેળા દ્વારા મળ્યું કૌશલ્ય મુજબનું રોજગાર.
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા રોજગાર વાંચ્છુક ઉમેદવારોને તેમની કૌશલ્યને અનુરૂપ યોગ્ય રોજગારીના અવસર પૂરા પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આવા જ મેળાઓ થકી જિલ્લા તેમજ આસપ
પ્રીતિબેન વાઢેરને રોજગાર મેળા દ્વારા મળ્યું કૌશલ્ય મુજબનું રોજગાર.


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા રોજગાર વાંચ્છુક ઉમેદવારોને તેમની કૌશલ્યને અનુરૂપ યોગ્ય રોજગારીના અવસર પૂરા પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આવા જ મેળાઓ થકી જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના અનેક નોકરીદાતાઓને યોગ્ય ઉમેદવાર અને યુવાનોને કૌશલ્ય અનુરૂપ વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તક ઉપલબ્ધ કરાવવામા આવે છે.

આવા જ એક રોજગાર મેળામાં પોરબંદર શહેરની રહેવાસી પ્રીતિ વાઢેરને તેમના કૌશલ્યને અનુરૂપ નોકરી મળી હતી. પ્રીતિબેનએ જણાવ્યું હતું કે તેમણે એમએસસી આઇટીમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને રોજગાર મેળા દ્વારા તેમને યોગ્ય તક મળી હોવાથી તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે. તેમણે ગુજરાત સરકાર તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર યુવાનોને સ્વરોજગાર તેમજ નોકરી બંને ક્ષેત્રોમાં સશક્ત બનાવવા સતત પ્રયાસરત છે અને વિકાસ સપ્તાહ દરમ્યાન આવા કાર્યક્રમો દ્વારા અનેક યુવાનોને નવી તક મળી રહી છે.

રોજગાર ભરતી મેળા જેવા કાર્યક્રમો યુવાનો માટે આશાનો કિરણ બની રહ્યા છે અને સરકારના “આત્મનિર્ભર ગુજરાત” થકી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande