પલ્સ પોલિયો કાર્યક્રમ – “બે ટીપા જિંદગીના” અભિયાનનો પોરબંદર જિલ્લામાં શુભારંભ.
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પલ્સ પોલિયો કાર્યક્રમ – “બે ટીપા જિંદગીના” અભિયાનનો પોરબંદર જિલ્લામાં શુભારંભ કરાયો છે.દેશભરમાં પોલિયો મુક્ત ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખી, પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત “બે ટીપા જિંદગીના” અભિયાનનો શુભારંભ પોરબંદર જિલ્લ
પલ્સ પોલિયો કાર્યક્રમ – “બે ટીપા જિંદગીના” અભિયાનનો પોરબંદર જિલ્લામાં શુભારંભ.


પલ્સ પોલિયો કાર્યક્રમ – “બે ટીપા જિંદગીના” અભિયાનનો પોરબંદર જિલ્લામાં શુભારંભ.


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પલ્સ પોલિયો કાર્યક્રમ – “બે ટીપા જિંદગીના” અભિયાનનો પોરબંદર જિલ્લામાં શુભારંભ કરાયો છે.દેશભરમાં પોલિયો મુક્ત ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખી, પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત “બે ટીપા જિંદગીના” અભિયાનનો શુભારંભ પોરબંદર જિલ્લામાં કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ જિલ્લાના ઝીરો થી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના બે ટીપા પલ્સ પોલિયો બૂથ પર આપવામાં આવી રહ્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લામાં વિવિધ રસીકરણ કેન્દ્રો, સરકારી તેમજ ખાનગી આરોગ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી તથા શાળાઓમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 383 બૂથો, સુપરવાઇઝર તથા આરોગ્યકર્મીઓ સહિત 1291 કર્મીઓના સ્ટાફ દ્વારા 62,582 બાળકોને પોલિયો રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી તથા જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી દ્વારા પોરબંદર શહેરમાં આવેલ સરકારી લેડીસ હોસ્પિટલ ખાતે નાના બાળકોને બે ટીપા રસીના પીવડાવી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા એ જણાવ્યું હતું કે, “દરેક બાળક સુધી પોલિયો રસી પહોંચે એ માટે ઘર-ઘર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. કોઈપણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે વોર્ડ સ્તરે પણ ટીમો કાર્યરત રહેશે.” માતાપિતા, સંભાળક તથા સ્થાનિક નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના બાળકને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયો રસીના બે ટપકા આપવાનું સુનિશ્ચિત કરે, જેથી પોરબંદર જિલ્લો તથા સમગ્ર દેશ પોલિયો મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરી શકે.

આ તકે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના હોસ્પિટલના સિવિલ સર્જન ડો.દિવ્યાબેન દાગા, પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના આરએમઓ ડો.વિપુલ મોઢા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.પિયુષ વાજા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande