રાજકોટ,14 ઓકટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ થયા છે. આ ખુશીમાં રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા My Gov Indiaના સહયોગથી વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટિશન શરૂ કરવામાં આવી છે. આ ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર 15,000 સુધીનું ઈનામ જીતવાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી શકશે.
9 ઓક્ટોબર થી 9 નવેમ્બર દરમિયાન આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લઇ શકાશે. આ સ્પર્ધામાં સહભાગી થવા માટે નીચે આપેલ લિંકને ઓપન કરી, સ્પર્ધામાં પોતાની કુશળતાનો પરિચય આપવાનો રહેશે આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ₹15,000, દ્વિતીય વિજેતાને ₹10,000 તેમજ તૃતીય વિજેતાને ₹5,000 ઈનામ આપવામા આવશે.આ ઉપરાંત ૫૦ વિજેતાઓને ₹1000 અને દરેક પ્રતિયોગીને સર્ટિફિકેટ અપાશે. આ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર ગુજરાતના ટોચના 10 વિજેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સાથે મુલાકાતની તક મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી, સૌને આ Vikas Saptah Quiz Competition માં સહભાગી થવાની અપીલ પણ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ