અમરેલી,14 ઓક્ટોબર (હિ.સ.) શિક્ષણ અધિકારીઓની મીલીભગત થી શાળામાં સતત ગેરહાજર સહિતની અનેક ફરિયાદો ઉઠી.
અમરેલી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે પાસે આવેલ વાડી પરા પ્રાથમિક શાળા ગામના છેવાડે આવેલ છે જેમાં ધોરણ એક થી સાત સુધીમાં માત્ર એક આચાર્ય અને અન્ય ત્રણ શિક્ષકો એમ માત્ર ચાર વ્યક્તિ ઓનો સ્ટાફ છે તેમાં પણ ગણિત અને વિજ્ઞાન વિષય ના શિક્ષક ઠુંબર ક્રિપાલભાઈ આર. હાથસણી સીમ શાળામાં 24 માર્ચ ના રોજ હાજર થયેલ ત્યારથી સતત શાળામાં નોકરી ચાલુ હોવા છતાં ગેરહજાર રહેછે અને સતત ગેર હાજર રહેતા શિક્ષક ક્રિપાલભાઈ ને વાલીઓ, વિધાર્થીઓ અને અન્ય શિક્ષકો તેમને ચાલુ નોકરી હોવા છતાં ન આવવાનું કારણ પૂછતાં તેઓ તાલુકા શિક્ષણ કચેરી અને જીલ્લા શિક્ષણ ઓફિસમાં કામગીરીમાં હોવાનું બહાણા કાઢ્યા કરેછે હાથસણી ગામથી ત્રણ કિલોમીટર દુર સીમ વિસ્તારમાં શાળા હોવાથી ગણિત વિજ્ઞાન ના શીક્ષક સતત નોકરીમાં તેમની બેદરકારી દાખવી રહ્યાછે જ્યાં ગ્રામજનો, અને ગામના અગ્રણીઓ તથા અધિકારીઓ પણ ક્યારેય મુલાકાત કરતા નથી અને શિક્ષક ની હાજરી પુરાઈ રહીછે.
સાવરકુંડલા તાલુકા શિક્ષણ અધિકારી, શિક્ષણ કચેરીના સ્ટાફ અને શાળાના આચાર્ય ની મીલીભગત થી તેઓ સાવરકુંડલા તથા અમરેલી ખાતે કામગીરી ના નામે જતા રહેછે અને ઘણીવાર તો ઓડર કરાવી ટી.એ., ડી.એ. બિલ પણ મેળવેલ છે જેના હિસાબે બાળકોનો અભ્યાસ અટકે છે અને ગણિત વિજ્ઞાન વિષય નો પાયો નબળો થતો જાય છે શિક્ષક ઠુંબર ક્રિપાલ આર. પોતાનો વિષય વિધાર્થીઓનું હોમવર્ક, ટેસ્ટ પેપરો, દૈનિક બુકો પણ ક્યારેય લખેલ નથી અને હાજરી પણ એક સાથે એક એક માસની હાજરીઓ સાથે પુરે છે ગત ઓગષ્ટ માસમાં લેવામાં આવેલ ત્રિમાસિક કસોટી પણ આજદિન સુધી ચેક કરવામાં આવેલ નથી વગેરે ગંભીર બેદરકારી દાખવે છે જેઓ હાથસણી સીમ શાળાથી 50 કિલોમીટર દુર અમરેલી ખાતેથી અપડાઉન કરેછે અને ક્યારેક તો શાળાએ આવતા જ નથી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai