વડોદરાના ડભોઈમાં કફ સિરપ લીધા બાદ બે બાળકોને આડ અસર, બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
વડોદરા, 14 ઓકટોબર (હિ.સ.) મધ્યપ્રદેશના સિરપકાંડ બાદ 15થી વધુ બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ રાજસ્થાન અને હવે ગુજરાતમાં વડોદરાના ડભોઈમાંથી મધ્યપ્રદેશના સિરપકાંડ જેવો એક કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. જ્યાં કફ સીરપ લીધા બાદ બે બાળકોને આડ અસર જો
વડોદરાના ડભોઈમાં કફ સિરપ લીધા બાદ બે બાળકોને આડ અસર, બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ


વડોદરા, 14 ઓકટોબર (હિ.સ.) મધ્યપ્રદેશના સિરપકાંડ બાદ 15થી વધુ બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ રાજસ્થાન અને હવે ગુજરાતમાં વડોદરાના ડભોઈમાંથી મધ્યપ્રદેશના સિરપકાંડ જેવો એક કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. જ્યાં કફ સીરપ લીધા બાદ બે બાળકોને આડ અસર જોવા મળી રહી છે, હાલ આ બંનેને સારવાર સામે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ખસેડાયા છે, વડોદરાના આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.

હાલ ગુજરાતના વડોદરાના ડભોઈ ખાતે કફ સિરપ લેવાથી બે માસૂમ બાળકોને આડ અસર જોવા મળી રહી છે. જેથી આ બંને બાળકો ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે 3 દિવસથી સારવાર હેઠળ રખાયા છે. ત્યારે રાજ્યના આરોગ્ય તંત્રએ પણ આ મામલે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.

મળતી વિગત અનુસાર, ડભોઇ સીતપુર ગામે શ્રમિક પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો. કફ સિરપ લીધા બાદ બાળકોને આડ અસર જણાતા બંને બાળકોને આજથી 3 દિવસ પહેલા એક દિવસ માટે ICU વોર્ડમાં દાખલ કરાયા હતા, જોકે બાદમાં બંનેની તબિયતમાં સુધાર આવતા હાલ બંને બાળકોને જનરલ વોર્ડમાં ખસેડાયા છે અને હાલ આ બંને બાળકોની તબિયતમાં સુધાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાએ ડભોઇ પંથકમાં ચકચાર મચાવી છે.

નોંધનીય છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશમાં કફ સિરપ લીધા બાદ 15થી વધુ બાળકોના મોત નીપજ્યા હતા. જે ઘટનાને ગંભીરતાથી લઈ ગુજરાત સરકારે પણ ગુજરાતમાં બે સિરપ પર પ્રતિબંધ મુક્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande