ઊંઝા પોલીસે, રિક્ષા પાસે ઊભેલા ચાર શંકાસ્પદ યુવકોને ઝડપી, હથિયાર અને રોકડ સાથે કબજે કર્યા
મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) ઊંઝા પોલીસે ગુપ્ત બાતમીના આધારે શહેરમાં કાર્યવાહી કરીને ચાર શંકાસ્પદ વ્યક્તિઓને હથિયાર અને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રિક્ષાની પાસે ઊભેલા શાહરુખખાન અયુબખાન પઠાણ (રહે. શાલીમાર સોસાયટી, શોભાસણ રોડ, મહેસાણા), લતીફ
ઊંઝા પોલીસે રિક્ષા પાસે ઊભેલા ચાર શંકાસ્પદ યુવકોને ઝડપી હથિયાર અને રોકડ સાથે કબજે કર્યા


મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) ઊંઝા પોલીસે ગુપ્ત બાતમીના આધારે શહેરમાં કાર્યવાહી કરીને ચાર શંકાસ્પદ વ્યક્તિઓને હથિયાર અને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રિક્ષાની પાસે ઊભેલા શાહરુખખાન અયુબખાન પઠાણ (રહે. શાલીમાર સોસાયટી, શોભાસણ રોડ, મહેસાણા), લતીફ ઉર્ફે ભયલુ ઇલ્યાસ સિંધી અને યુસુફ કાસમભાઈ સિંધી (રહે. લશ્કરી કૂવો, રાધનપુર ચોકડી, મહેસાણા) તથા આરીફ અહેમદભાઈ શેખ (રહે. ઊનાવા)ની તલાશી લીધી હતી.

તલાશી દરમિયાન તેમના પાસેથી એક મોબાઇલ ફોન, રોકડ રકમ, લાકડાના હાથાવાળી ગિલોલ તથા બે ધારદાર છરી મળી આવી હતી. પોલીસે તરત જ હથિયાર અને સામાન કબજે કરીને ચારેય શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિઓ કોઈ ગુનાહિત હેતુસર એકત્ર થયા હતા કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. ઊંઝા પોલીસે હથિયાર ધરાવવાના ગુનામાં ફરિયાદ નોંધાવી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, શસ્ત્રધારણના કેસમાં કડક પગલાં લેવામાં આવશે અને શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande