જામનગરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ જગ્યાઓ પર વોલ પેન્ટિંગની કામગીરી કરાઈ
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી નાગરિક પ્રથમના અભિગમ સાથે ગુજરાતની વિકાસયાત્રા અવિરત છે. આ વિકાસયાત્રાને જન જન સુધી પહોંચાડવા રાજ્ય સરકાર જન ભાગી
વોલ પેન્ટિંગ


જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી નાગરિક પ્રથમના અભિગમ સાથે ગુજરાતની વિકાસયાત્રા અવિરત છે. આ વિકાસયાત્રાને જન જન સુધી પહોંચાડવા રાજ્ય સરકાર જન ભાગીદારી સાથે વિકાસનો મહોત્સવ ઉજવી રહી છે.

જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામજોધપુર અને કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર વિકાસ સપ્તાહને લગત સેલ્ફી પોઈન્ટ અને વોલ પેન્ટિંગ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande