અડાજણમાં વોકિંગ કરતા યુવકની 1.10 લાખની ચેઇન ખેંચી સ્નેચરો પલાયન
સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના અડાજણ વિસ્તારમાં પાલ ખાતે આવેલ સુમેરુ બિઝનેસ કોર્નર પાસેથી ગતરોજ મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં એક દંપતી વોકિંગ કરતું હતું. આ સમયે એક બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ યુવાનના ગળામાંથી રૂપિયા 1.10 લાખની સોનાની ચેઈન ખેં
અડાજણમાં વોકિંગ કરતા યુવકની 1.10 લાખની ચેઇન ખેંચી સ્નેચરો પલાયન


સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના અડાજણ વિસ્તારમાં પાલ ખાતે આવેલ સુમેરુ બિઝનેસ કોર્નર પાસેથી ગતરોજ મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં એક દંપતી વોકિંગ કરતું હતું. આ સમયે એક બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ યુવાનના ગળામાંથી રૂપિયા 1.10 લાખની સોનાની ચેઈન ખેંચી લઈ બાઈક પુરપાટ ઝડપે હંકારી બંને ફરાર થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવાને આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેઇન સ્નેચિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે પાલ વિસ્તારમાં નિશાળ સર્કલ પાસે આવેલ વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઇલમાં રહેતા જીગરભાઈ વિનોદભાઈ વોરા અને તેની પત્ની ડિમ્પલબેન તારીખ 16/9/2025 ના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં જમીને ચાલવા માટે નીકળ્યા હતા. બંને પાલ સુમેરુ બિઝનેસ કોર્નરની બાજુમાં આવેલ બ્લુ લાઈફ બિલ્ડિગના ગેટ પાસેથી પસાર થતા હતા ત્યારે એક બાઈક પર આવેલા બે અજાણ્યા ચોર ઈસમો પૈકી પાછળ બેસેલા ઈસમે જીગરભાઈ ની નજર ચૂકવી તેમના ગળામાં રહેલ રૂપિયા 1.10 લાખની સોનાની ચેઈન ખેંચી લઇ બાઈક પુરપાટ ઝડપે હંકારી ફરાર થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર જીગર વોરાએ આ મામલે અડાજણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જીગર વોરા ની ફરિયાદ લઈ અજાણ્યા ચોર ઈસમો સામે રૂપિયા 1.10 લાખની સોનાની ચેઈન ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande