સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.)-મૂળ રાજસ્થાનની વતની કિશોરી ઉનાળુ વેકેશનમાં પિતા તથા ભાઈ, ભાભી સાથે સુરતમાં મજૂરી કામ માટે આવી હતી. આ સમયે તેઓ લિંબાયતમાં આવેલ મોર્ડન ટાઉન પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી. ત્યારે તેમની સાથે પરિચય કેળવી રાજસ્થાનના જ એક યુવકે તેને પ્રેમ કરતો હોવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો. જેથી આ કરી ભોગ બનનાર કિશોરીએ બાદમાં લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
બનાવની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના વતની આધેડ તથા તેનો દીકરો, દીકરી અને વહુ ઉનાળુ વેકેશનની રજાઓ હોવાને કારણે રાજસ્થાનથી સુરત મજૂરી કામ માટે આવ્યા હતા. તેઓ લિંબાયત વિસ્તારમાં આવેલ મોર્ડન ટાઉન પાસે મેદાનમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા હતા. આ સમયે રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુશલગઢ ખેતાબારી ગામના વિકાસ નામના યુવક પણ અહીં ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતો હતો. જેમણે આધેડની દીકરી સાથે મિત્રતા કરી હતી અને પોતાની ઓળખાણ પણ રાજસ્થાનના યુવક તરીકે આપી હતી. જેથી બાદમાં કિશોરી પણ તેની વાતોમાં ભોળવાઈ ગઈ હતી અને બાદમાં રાત્રિના સમયગાળા દરમિયાન વિકાસ કિશોરીને તેને પ્રેમ કરતો હોવાનું કહીને મળવા માટે બોલાવતો હતો. ત્યારબાદ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધી તેનું શોષણ કર્યું હતું અને બાદમાં કિશોરીને તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ આ મામલે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે