લગ્નની લાલચ આપી પૂણાગામની પરિણીતાનું શારીરિક શોષણ કરનાર સામે બળાત્કારનો ગુનો નોંધાયો
સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં રહેતા યુવકે પુણાગામમાં વિસ્તારમાં જ રહેતી પુણાગામ વિસ્તારમાં જ રહેતી પરણીતાને સાથે ફેસબુક મારફતે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સં
વરાછા પોલીસે


સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં રહેતા યુવકે પુણાગામમાં વિસ્તારમાં જ રહેતી પુણાગામ વિસ્તારમાં જ રહેતી પરણીતાને સાથે ફેસબુક મારફતે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં પરંતુ પતિ સાથે છૂટાછેડા લઈ પોતાની સાથે લગ્ન કરવા માટે પણ દબાણ આપતો હતો. જોકે બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી અને બાદમાં પરણીતાને તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણિતાએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સુરતના પુણાગામ વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે આવેલ રણુજા ધામ સોસાયટીમાં રહેતી પરણીતાએ ગતરોજ મૂળ અમરેલીના રાજુલા તાલુકાના ડોળીયા ગામના વતની અને સુરતના પુણાગામ વિસ્તારમાં પરવત પાટીયા રોડ પર સીતારામ સોસાયટીમાં રહેતા પરેશ નાજાભાઇ જીંજાળા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2022 માં પરણીતા સોશિયલ મીડિયા ફેસબુક મારફતે પરેશના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં પરેશે તેની સાથે મિત્રતા કર્યા બાદ વાતચીત કરી તેને પોતાની વાતોમાં ભોળવી હતી. ત્યારબાદ પરેશે વારંવાર પરણીતાને તેના પતિથી છૂટાછેડા લઈ પોતાની સાથે લગ્ન કરવાની અને બાળકોને સાથે રાખી આપણે પતિ પત્ની તરીકે રહીશું તેવી લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કર્યું હતું. જોકે બાદમાં પરેશે પરણીતાની જાણ બહાર બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી અને બાદમાં પરેશે પરણીતાને હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે તેમ કહીને તું આ બધું ભૂલીજા અને કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરીશ નહીં નહિતર હું તારી સાથેના શારીરિક સંબંધોના ફોટા જાહેર કરીને તને બદનામ કરી દઈશ અને હેરાન પરેશાન કરી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી આખરે બાદમાં પરણીતાએ આ મામલે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશ જીંજાળા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી મોડી રાત્રે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande