મહેસાણાના ગિલોસણ ગામેથી 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, “શિવાન ફૂડ પ્રોડક્ટ” કંપની સામે કાર્યવાહી
મહેસાણા, 15 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ખાદ્યસુરક્ષાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગિલોસણ ગામે આવેલી “શિવાન ફૂડ પ્રોડક્ટ” નામની કંપનીમાંથી પોલીસ અને ખાદ્યવિભાગની સંયુક્ત ટીમે 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી
મહેસાણાના ગિલોસણ ગામેથી 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, “શિવાન ફૂડ પ્રોડક્ટ” કંપની સામે કાર્યવાહી


મહેસાણા, 15 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ખાદ્યસુરક્ષાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગિલોસણ ગામે આવેલી “શિવાન ફૂડ પ્રોડક્ટ” નામની કંપનીમાંથી પોલીસ અને ખાદ્યવિભાગની સંયુક્ત ટીમે 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ આ ઘીનો જથ્થો ગુણવત્તા વિના બનાવવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કંપનીના ગોડાઉનમાં મોટી માત્રામાં વિવિધ બ્રાન્ડના લેબલ અને ખાલી ટીન પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઘી ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કાચા માલની ગુણવત્તા અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાં ગેરરીતિઓ જણાઈ છે.

પોલીસે સ્થળ પરથી નમૂના લઈ ફૂડ લેબમાં મોકલ્યા છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહેસાણા જિલ્લા ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું કે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ઉત્પાદકો સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર મચાવી છે અને ખાદ્ય સુરક્ષા વિભાગ હવે આસપાસની અન્ય ફૂડ યુનિટ્સની પણ તપાસ શરૂ કરવાની તૈયારીમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande