પોરબંદરમાં “સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરાયું.
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ મોદીના આહ્વાનને ઝીલીને આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પોરબંદર મહાનગરપાલિકા તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા આયોજિત “સ્વદેશી મેળો–2025 ” (શોપિં
પોરબંદરમાં “સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરાયું.


પોરબંદરમાં “સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરાયું.


પોરબંદરમાં “સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરાયું.


પોરબંદરમાં “સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરાયું.


પોરબંદરમાં “સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરાયું.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ મોદીના આહ્વાનને ઝીલીને આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પોરબંદર મહાનગરપાલિકા તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા આયોજિત “સ્વદેશી મેળો–2025 ” (શોપિંગ ફેસ્ટિવલ) જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ મેળાનું આયોજન 13 ઓક્ટોબર થી 19 ઓક્ટોબર 2025 દરમ્યાન પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગો, સ્વરોજગારી જૂથો તેમજ નાના કારીગરોને તેમના સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચાણ માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારનો સંકલ્પ છે કે “હર હાથ ને કામ મળે” — આ ઉદ્દેશ્યને સાકાર કરવા માટે સરકાર દ્વારા લોન સહાય સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણની દિશામાં સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સખી મંડળ અને સ્વસહાય જૂથો થકી મહિલાઓનું જીવનધોરણ સુધર્યું છે. અંતે તેમણે નાગરિકોને સ્વદેશી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા ત્યારથી જ સ્વદેશી અપનાવવાનો આગ્રહ રાખ્યો છે. તેમણે દેશ અને વિશ્વના ઇતિહાસ તથા આર્થિક સમીકરણોના ઉદાહરણો આપી સ્વદેશી વિચારધારાનો દેશહિતમાં રહેલો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. અંતે તેમણે નાગરિકોને વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળવા, સ્વદેશી વસ્તુઓ અપનાવવા તેમજ વ્યસનમુક્ત રહી સતત પ્રગતિના માર્ગે આગળ વધવા માટે સંકલ્પ લેવાનો આહ્વાન કર્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત કરતાં જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ 2025 તથા વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી અંતર્ગત પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્વદેશી મેળો સ્થાનિક ઉદ્યોગો અને સ્વસહાય જૂથોને નવી પ્રેરણા આપશે. સાથે મેળામાં ભાગ લેનાર તમામ સ્વસહાય જૂથોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સ્વદેશી મેળામાં વિવિધ સ્વરોજગારી જૂથો દ્વારા હસ્તકલાના ઉત્પાદનો, ઘરગથ્થુ વાનગીઓ, કપડાં, હેન્ડમેઇડ વસ્તુઓ, સુશોભન સામગ્રી સહિતના અનેક પ્રકારના સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. મેળામાં નાગરિકોને “વોક ફોર લોકલ”નો સંદેશ આપીને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે. આ સ્વદેશી મેળાના દરમ્યાન સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande