મંડેર ગામે મહિલા પર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો.
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ. પોરબંદર જિલ્લાના મંડેર ગામે રહેતા મનીષા કારાભાઈ વાજા નામના મહિલા બજરંગ પાનની દુકાને નાસ્તો લેવા માટે ગયા હતા તે દરમ્યાન મહેશ સાંજણ બાલસે એવુ કહ્યુ હતુ કે તમારા ખેતરમા રહેલો ગોગડીયો બાવળ મને નડે છે. તેને હું આજે કાપી નાં
મંડેર ગામે મહિલા પર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ. પોરબંદર જિલ્લાના મંડેર ગામે રહેતા મનીષા કારાભાઈ વાજા નામના મહિલા બજરંગ પાનની દુકાને નાસ્તો લેવા માટે ગયા હતા તે દરમ્યાન મહેશ સાંજણ બાલસે એવુ કહ્યુ હતુ કે તમારા ખેતરમા રહેલો ગોગડીયો બાવળ મને નડે છે. તેને હું આજે કાપી નાંખીશ આથી મનીષબેને બાવળ કાપવાની ના પાડતા ઉશ્કેરાયેલા મહેશે ભુંડી ગાળો આપી હતી અને લાકડાન ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ રાજી મહેશભાઈ અને મધુબેનએ ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી તેમજ પોલીસમા ફરીયાદ કરીશ તો જીવતી મારી નાંખીશુ તેમ કહી ધમકી આપી હતી આ બનાવ અંગે માઘવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande