પોરબંદર,15 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર શહેરમા પણ અકસ્માતની ઘટન બની રહી છે. બાબુ ગોલાઈ પાસે બેફામ બનીને દોડતા ટ્રકે પ્રૌઢને હફડેટ લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા કારાભાઈ વૈદભાઈ બાપોદરા નામના પ્રૌઢ બાબુ ગોલાઈ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન બેફામ બનીને દોડતા ટ્રકે તેમને હડફેટ લેતા ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે ઈજાગ્રસ્તના ભાઈ ભરતભાઈ બાપોદરાએ ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનમા ટ્રક ચાલક સામે ફરીયાદ નોધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya