મહેસાણા, 15 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જીલ્લાના ગ્રામ્ય કક્ષાના DAY-NRLM યોજનાના જૂથના સભ્યો માટે વિશેષ પ્રેરણાદાયક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સભ્યોને ગણપત યુનિવર્સિટી અને મહેસાણા રાધનપુર રોડ પર સ્વદેશી શોપિંગ ફેસ્ટીવલનો અનુભવ કરાવ્યો ગયો. પ્રવાસ દરમિયાન સભ્યોને સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા અને વ્યવસાયિક ઉદ્યોગો વિશે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગાઈડ અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ, NRLM જૂથના સભ્યોને પોતાનું સ્વ-રોજગાર અને સ્થાનિક ઉદ્યોગોને વધારવા માટે પ્રેરણા મળી.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર શોપિંગનો અનુભવ નહી, પરંતુ સભ્યોમાં આત્મનિર્ભરતા, સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન અને નોકરીના નવીન વિકલ્પોને ઓળખાવવાનો હતો. પ્રત્યેક સભ્યને પોતાના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભ્યાસને લાગુ કરવાની પ્રેરણા આપવામાં આવી. આ પ્રેરણા પ્રવાસ દ્વારા NRLM જૂથના સભ્યોને નવી સમજણ, આત્મવિશ્વાસ અને સ્વદેશી પ્રોડક્ટ્સના મહત્વ અંગે સમજણ મળી, જે આગામી સમયમાં ગ્રામ્ય વિકાસ અને આર્થિક સશક્તિકરણમાં યોગદાન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR