રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે ભાવનગર મંડળના 2 કર્મચારીઓને સન્માનિત કર્યા
ભાવનગર,15 ઓક્ટોબર (હિ.સ.) રેલ સંરક્ષા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને ઉદાહરણ પૂરું પાડનાર પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના બે કર્મચારીઓને “Man of the Month – સપ્ટેમ્બર 2025” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન ભાવનગર મંડળના સ્ટેશન મ
રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી


ભાવનગર,15 ઓક્ટોબર (હિ.સ.) રેલ સંરક્ષા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને ઉદાહરણ પૂરું પાડનાર પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના બે કર્મચારીઓને “Man of the Month – સપ્ટેમ્બર 2025” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સન્માન ભાવનગર મંડળના સ્ટેશન માસ્ટર (લીંબડી સ્ટેશન) રાહુલ શર્મા અને ઇજનેરી ગેટમેન (વઢવાણ સિટી, એલ.સી. 116) સુરેશ કુમારને તેમની સતર્કતા અને તત્પરતા બદલ આપવામાં આવ્યું હતું. બંને કર્મચારીઓની સુઝબૂઝ અને તાત્કાલિક કાર્યવાહીના કારણે સંભવિત દુર્ઘટના ટાળી શકાયી હતી.

સન્માન સમારોહ 14 ઑક્ટોબર 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવે મુખ્યાલય, ચર્ચગેટ ખાતે યોજાયો હતો, જેમાં મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ બંને કર્મચારીઓને મેડલ અને યોગ્યતા પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

ભાવનગર મંડળના બંને કર્મચારીઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અદમ્ય સાહસ અને જાગરૂકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જેના કારણે રેલ સંરક્ષા સુનિશ્ચિત થઈ શકી.મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ પણ રાહુલ શર્મા અને સુરેશ કુમારને આ સિદ્ધિ બદલ હાર્દિક શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.

પશ્ચિમ રેલવેને આવા સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ પર ગર્વ છે, જેઓએ પોતાની સતર્કતા અને ઝડપી કાર્યવાહી દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાની શક્યતા સમયસર ટાળી શકી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande