જેજી યુનિવર્સિટી પર એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,એક કલાક બાદ કાર્યકર્તાઓને કોલેજમાં પ્રવેશ અપાયો
અમદાવાદ,15 ઓકટોબર (હિ.સ.) ગત 10 ઓકટોબરના રોજ જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતા એબીવીપીના 7 જેટલા કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને અખિલ ભા
જેજી યુનિવર્સિટી પર એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,એક કલાક બાદ કાર્યકર્તાઓને કોલેજમાં પ્રવેશ અપાયો


અમદાવાદ,15 ઓકટોબર (હિ.સ.) ગત 10 ઓકટોબરના રોજ જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતા એબીવીપીના 7 જેટલા કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું છે.

આજે એબીવીપી દ્વારા દૂરદર્શન ટાવરથી લઈને જેજી યુનિવર્સિટી સુધી એબીવીપીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલી કાઢી હતી. કાર્યકરોને કોલેજમાં જતા અટકાવવા માટે ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો હતો. એબીવીપીની રેલી જેજી યુનિવર્સિટી પહોંચતા જ કાર્યકરોને કોલેજમાં ન જવા દેતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. ભીડ બેકાબૂ થતાં વધુ પોલીસ કાફલો બાલાવાયો છે. કોલેજ બહાર જ કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. સ્થિતિ વધુ ગંભીર બનતા જેસીપી નીરજકુમાર બડગુજર અને ડીસીપી હર્ષદ પટેલ પણ પહોંચી ગયા છે.

10 ઓક્ટોબરે જેજી યુનિવર્સિટીમાં અભિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યાનો એબીવીપીએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. એબીવીપીના 7 જેટલા કાર્યકર્તાઓને ગંભીર ઈજાઓ થઈ હતી. એબીવીપીએ 6 લોકો સામે જાતિ વિષયક ટિપ્પણી કરીને કાર્યકર્તાઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande