અમદાવાદ, 15 ઓકટોબર (હિ.સ.): અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા ખેડૂતો તથા વિવિધ સ્ટોલધારકોને માહિતી ખાતાના સાહિત્યનું વિતરણ કરાયું હતું. અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારીઓ દ્વારા લોકમેળાના પ્રાંગણમાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત વિવિધ સાહિત્યોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો તથા વિવિધ સ્ટોલધારકોએ ઉત્સાહભેર સાહિત્યને સ્વીકાર્યું હતું, આ સાહિત્ય
તમામ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી રૂબરૂ કરાવશે તેમજ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડે તેવી માહિતી પ્રદાન કરશે. આ સાથેજ અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારીશ્રીઓએ
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પણ સાહિત્યનું વિતરણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત વિકસિત ગુજરાત, ડો. ભીમરાવ આંબેડકરની પુસ્તક આર્ષદ્રષ્ટા, વિકાસના સફળ 24 વર્ષ તેમજ ગુજરાત પાક્ષિક જેવા સાહિત્યોનો વિતરણ કરાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ