ગણદેવી સુગર ફેક્ટરીએ શેરડીના ભાવ જાહેર કર્યા, સભાસદોને પ્રતિ ટન કુલ 3,270 રૂપિયા
નવસારી, 15 ઓકટોબર (હિ.સ.): દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીની ખેતી થાય છે. નવસારી જિલ્લાની ગણદેવી સુગર ફેક્ટરીએ ખેડૂતોની દિવાળી સુધારી.ગણદેવી સુગર ફેક્ટરી પીલાણ સીઝન 2025-26 માટે શેરડીના ભાવના પ્રથમ હપ્તાની જાહેરાત કરી છે. ફેક્ટરી દ્વારા સભ
ગણદેવી સુગર ફેક્ટરીએ શેરડીના ભાવ જાહેર કર્યા,સભાસદોને પ્રતિ ટન કુલ 3,270 રૂપિયા


નવસારી, 15 ઓકટોબર (હિ.સ.): દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીની ખેતી થાય છે. નવસારી જિલ્લાની ગણદેવી સુગર ફેક્ટરીએ ખેડૂતોની દિવાળી સુધારી.ગણદેવી સુગર ફેક્ટરી પીલાણ સીઝન 2025-26 માટે શેરડીના ભાવના પ્રથમ હપ્તાની જાહેરાત કરી છે.

ફેક્ટરી દ્વારા સભાસદોને પ્રતિ ટન કુલ 3,270 રૂપિયા ચૂકવવામાં આવશે.

રાજ્યમાં કુલ 22 ખાંડ મંડળીઓમાં, દક્ષિણ ગુજરાતમાં 16 મંડળીઓ કાર્યરત છે. આ વિસ્તાર 1.32 લાખ હેક્ટર છે, જેનો અંદાજિત ટર્નઓવર 4,000 કરોડ છે. નવસારી જિલ્લાની ગણદેવી સુગર ફેક્ટરીએ પીલાણ સીઝન 2025-26 માટે શેરડીના ભાવના પ્રથમ હપ્તાની જાહેરાત કરી છે. ફેક્ટરી દ્વારા સભાસદોને પ્રતિ ટન કુલ 3,270 રૂપિયા ચૂકવવામાં આવશે.પ્રથમ હપ્તામાં શેરડીના ભાવ માટે 1,000 રૂપિયા અને શેરડી કટિંગ તથા કાર્ટિંગ માટે 770 રૂપિયાનો સમાવેશ થાય છે. આમ, પ્રથમ હપ્તા તરીકે કુલ 1,770 રૂપિયા ચૂકવાશે.

આ ઉપરાંત, સભાસદોને 1,500 રૂપિયાની વધારાની રકમ પણ આપવામાં આવશે. આ રકમ પ્રથમ અને બીજા હપ્તા વચ્ચેના સમયગાળામાં 9% વ્યાજ સાથે ચૂકવવામાં આવશે. આમ, સભાસદોને પ્રતિ ટન કુલ 3,270 રૂપિયાની રકમ મળશે. પીલાણ સીઝન દરમિયાન, ફેબ્રુઆરીમાં 100, માર્ચમાં 200 અને એપ્રિલમાં 300 એમ માસવાર પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. આ યોજના દ્વારા 4.5 લાખ ખેડૂતોને વધુમાં વધુ લાભ અને ફાયદો થાય તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.

નવસારી જિલ્લામાં 77 હજાર હેક્ટરમાં શેરડીના પાક છે. મોટાભાગનો શેરડીનો પાક ગણદેવી સુગર ફેક્ટરીમાં પિલાણ માટે જાય છે અને આ વર્ષે 9 લાખ ટન શેરડીનો લક્ષ્યાંક છે. આ માહિતી ગણદેવી સુગર ફેક્ટરીના ડિરેક્ટરોએ આપી હતી. થોડા દિવસ પહેલાં ગણદેવી સુગર ફેક્ટરીએ શ્રેષ્ઠ કામગીરી બદલ ડેક્કન સુગર ટેક્નોલોજિસ્ટ એસોસિએશન દ્વારા બેસ્ટ સુગર ફેક્ટરી પરફોર્મન્સ એવોર્ડ મેળવ્યો હતો.

ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવ આપવા, ખાંડ ઉત્પાદન ક્ષમતા અને બાય-પ્રોડક્ટ્સ જેમ કે ઇથેનોલ (1 લાખ લીટર) અને બાયોગેસથી આવક વધારવાની કુશળતાને આ સન્માન મળ્યું હતું.

ગણદેવી સુગર ફેક્ટરીએ ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવ આપવાની નીતિ અપનાવી છે, જે આ એવોર્ડ માટે મુખ્ય કારણ છે. ફેક્ટરીના રણજીતભાઈએ જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષથી ખેડૂતોને સૌથી વધુ ભાવ આપવામાં આવે છે, જેના કારણે ગણદેવી સુગર ફેક્ટરી દેશભરમાં અગ્રેસર છે. ખેડૂતોમાં આ સન્માનથી ખુશીનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ફેક્ટરીએ ઉત્પાદન સાથે ખેડૂતોના કલ્યાણને પણ પ્રાધાન્ય આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande