ગોડાદરામાં હીરા દલાલને પોલીસની ઓળખ આપી 2.50 લાખના હીરા લૂંટી લેવાયા
સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)-સરથાણા, શ્યામધામ ચોક પાસે રહેતા હીરા દલાલને હીરા વેચવાના બહાને ગોડાદરા ઓફેરા પ્રિ­સ્ટેજ ઍપાર્ટમેન્ટ નીચે આવેલા પાનના ગલ્લા પાસે બોલાવ્યા બાદ ચાર બદમાશો પોલીસની ઓળખ આપી 2.50 લાખના હીરા લૂંટી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનારે
ગોડાદરા પોલીસ


સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)-સરથાણા, શ્યામધામ ચોક પાસે રહેતા હીરા દલાલને હીરા વેચવાના બહાને ગોડાદરા ઓફેરા પ્રિ­સ્ટેજ ઍપાર્ટમેન્ટ નીચે આવેલા પાનના ગલ્લા પાસે બોલાવ્યા બાદ ચાર બદમાશો પોલીસની ઓળખ આપી 2.50 લાખના હીરા લૂંટી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મૂળ અમરેલીના લીલીયાના ગોઢાવદર ગામના વતની અને હાલ સુરત શહેરમાં નીલમનગર વિભાગ-1, શ્યામધામ ચોક, સરથાણા ખાતે રહેતા 42 વર્ષીïય હીરા દલાલ જિતેન્દ્ર અરવિંદભાઈ ગજેરાને 14મીના સોમવારના રોજ મોડી સાંજે સાડા છ વાગ્યાના આરસામાં વિમલ બાબુ નસિત (રહે, સ્વામીનારાયણ સોસાયટી, ઠાકોરદ્વાર સોસાયટીની પાછળ સરથાણા)ઍ હીરા વેચવાના બહાને ગોડાદરા, અોફેરા િ­સ્ટેજ ઍપાર્ટમેન્ટ નીચે આવેલ નગીના પાન સેન્ટર પાસે બોલાવ્યો હતો. જિતેન્દ્ર ગજેરા રૂપિયા 2.50 લાખની કિંમતના 13.74 કેરેટના હીરા લઈને ત્યાં ગયા હતા ત્યારે વિમલ સહિત અન્ય ત્રણ અજાણ્યાઅોઍ આવી પોલીસની અોળખ આપી તેમની પાસેથી હીરાનું પ઼ડીકું લઈ નાસી ગયા હતા. જિતેન્દ્ર ગજેરાને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા વિમલ નસિત સહિત ચારેય સામે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોîધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande