પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, ત્રણ તબક્કામાં યોજાનાર આ પરીક્ષાઓમાં અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. યુનિવર્સિટીએ કુલ 120 પરીક્ષાઓનું આયોજન કર્યું છે.
પ્રથમ તબક્કાની પરીક્ષાઓ 11મી નવેમ્બરથી શરૂ થશે, જેમાં સ્નાતક (UG) કક્ષાના સેમેસ્ટર 5 અને અનુસ્નાતક (PG) કક્ષાના સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. બીજો તબક્કો 21મી નવેમ્બરથી શરૂ થશે, જેમાં મુખ્યત્વે સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાશે.
ત્રીજો અને અંતિમ તબક્કો ડિસેમ્બર માસ દરમિયાન યોજાશે, જેમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના બાકી રહેલા સેમેસ્ટરની પરીક્ષાઓ લેવામાં આવશે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સમયપત્રક મુજબ તૈયારી કરવાની સલાહ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ