સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)-ખટોદરા સોમા કાનજીની વાડીમાં સાડીના બોક્ષનું કારખાનું ધરાવતા વેપારી પાસેથી રિંગરોડ રઘુકૂળ ટેક્ષટાઈલ માર્કેટના વેપારીઍ 10.33 લાખનો બોક્ષનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ વરાછા, એલ.એચ.રોડ, હેપ્પી બંગ્લોઝ ખાતે રહેતા હરેકૂષ્ણા સુરેશચંદ્ર પરીખ સિધ્ધી વિનાયક ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં સહજાનંદ ઍન્ટરપ્રાઈઝના નામથી સાડીના બોક્ષ બનાવવાનું ખાતુ અને ખટોદરા સોમા કાનજીની વાડી, સોરઠીયા કમ્પાઉન્ડમાં ઓફિસ ધરાve છે. હરેકૂષ્ણા પરીખ પાસેથી 6 એપ્રિલ 2022 થી 9 નવેમ્બર 2023 સુધીમાં રિંગરોડ રઘુકૂળ ટેક્ષટાઈલ માર્કેટમાં આદીલક્ષી પ્રિન્ટર્સ ફર્મના નામથી ધંધો કરતા અજય મહાદેવ જયસ્વાલ (રહે, અકાશ ઈક્કો પોઈન્ટ અલથાણ)એ રૂપિયા 10.33 લાખનો સાડીના બોક્ષનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં અજયે માલનું પેમેન્ટ નહી આપતા હરેકૂષ્ણા પરીખ દ્વારા અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે પેમેન્ટ નહી આપી તેમની સાથે છેતરપિંડી કરતા આખરે હરેકૂષ્ણ પરીખે ગતરોજ (14-10-2025) પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે