આંધ્રપદેશના માધવમાલા ગામની પ્રાચીન પરંપરાને વિશાળ ફલક પર વિસ્તારતું શ્રી સાંઈ શક્તિ મંડળ
સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)-ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક, ભાતીગળ કલાનું પ્રદર્શન કરતા અડાજણ સ્થિત સરસ મેળામાં ‘શ્રી સાંઈ શક્તિ મંડળ’ આંધ્રપદેશના માધવમાલા ગામની પ્રાચીન પરંપરાને લાકડામાં કંડારી તેને જીવંત બનાવે છે. તિરૂપતિ અને શ્રીકાલહ
પ્રાચીન પરંપરા


સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)-ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક, ભાતીગળ કલાનું પ્રદર્શન કરતા અડાજણ સ્થિત સરસ મેળામાં ‘શ્રી સાંઈ શક્તિ મંડળ’ આંધ્રપદેશના માધવમાલા ગામની પ્રાચીન પરંપરાને લાકડામાં કંડારી તેને જીવંત બનાવે છે. તિરૂપતિ અને શ્રીકાલહસ્તીના જાણીતા શહેરો વચ્ચે આવેલા માધવમાલા ગામના અનેક પરિવારો લાકડાની શિલ્પ કલાકૃતિના વર્ષો જુના વારસાને જીવંત કરી છે.

શિલ્પકાર વેદવતી રેડ્ડી જણાવે છે કે, અમારા નાનકડા ગામથી સદીઓ જૂની લાકડાની કલાકૃતિઓ વિશ્વભરના ખૂણાઓ સુધી પહોંચી છે. માધવમાલા ગામના અનેક પરિવારો લાકડાના શિલ્પ કલાકૃતિના સદીઓ જૂના વારસામાંથી પોતાનું ગુજરાન ચલાવે છે.

વધુમાં તેમણે વુડ કાર્વિંગની કલા વિશે જણાવતા કહ્યું કે, સ્થાનિક કારીગરો દ્વારા કોઈ પણ જોડાણ વિના એક જ લાકડામાંથી દેવી-દેવતાઓની મૂર્તિઓ, શિલ્પો, ટેબલ, વોલ પેનલ્સ અને સ્ટેચ્યુ સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. વુડ કાર્વિંગ માટે અત્યાર સુધી કોઈ મશીન આવ્યું નથી. તેથી જૂની પરંપરા મુજબ ગામના શિલ્પકારો હાથ વડે અવનવી ડિઝાઈન તૈયાર કરે છે.

કોતરણી અને ફિનિશિંગ પૂર્ણ થયા પછી લાકડાને વિવિધ કુદરતી તેલ, જેમ કે અખરોટ અથવા અળસીનું તેલ, થી સીલ અને રંગ સાથે ગ્લોસ વાર્નિશ કરવામાં આવે છે. છીણીની મદદથી મજબૂત લાકડાનું કોતરકામ કરીને સુંદર શિલ્પો તૈયાર કરવામાં આવે છે. એકથી 20 ફૂટ સુધીની આ વસ્તુઓની કિંમત એક હજારથી લઈને પાંચ લાખ સુધીની છે.

આ હસ્તકલા પ્રદેશના સાંસ્કૃતિક વારસામાં ઊંડા મૂળ ધરાવે છે. જેની કોતરણી ઘણીવાર પરંપરાગત વાર્તાઓ, મંદિર સ્થાપત્ય અને પ્રકૃતિથી પ્રેરિત હોય છે. ભારતની આ કલા વિશ્વવિખ્યાત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande