બેંકમાં બખેડો કરનાર શખ્સનો વરઘોડો કાઢતી પોલીસ
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં બે દિવસ પૂર્વે પોતાને માથાભારે શખ્સ ગણાવતો અનિલ સાજણભાઈ કેશવાલા નામનો શખ્સ બેંકમાં ધારિયું લઇ ઘુસી આવ્યો હતો અને બેન્ક મેનેજરને “મારી લોન આજે જ પાસ કરાવી દેજે બાકી તને મારી નાખીશ''
બેંકમાં બખેડો કરનાર શખ્સનો વરઘોડો કાઢતી પોલીસ.


બેંકમાં બખેડો કરનાર શખ્સનો વરઘોડો કાઢતી પોલીસ.


બેંકમાં બખેડો કરનાર શખ્સનો વરઘોડો કાઢતી પોલીસ.


બેંકમાં બખેડો કરનાર શખ્સનો વરઘોડો કાઢતી પોલીસ.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં બે દિવસ પૂર્વે પોતાને માથાભારે શખ્સ ગણાવતો અનિલ સાજણભાઈ કેશવાલા નામનો શખ્સ બેંકમાં ધારિયું લઇ ઘુસી આવ્યો હતો અને બેન્ક મેનેજરને “મારી લોન આજે જ પાસ કરાવી દેજે બાકી તને મારી નાખીશ' એવી ધમકી પણ આપી હતી.

આ મામલે બેન્ક મેનેજર સૌરભકુમારે મિયાણી મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અનિલ સાજણભાઈ કેશવાલા વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 221, 270, 296, 351(3) અને જી.પી. એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી.આ ફરિયાદ દાખલ થયા બાદ મિયાણી મરીન પોલીસે આરોપી અનિલ સાજણભાઈ કેશવાલાની ધરપકડ કરી હતી અને વરઘોડો કાઢી સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું અને માફી મંગાવી હતી.આમ પોરબંદર પોલીસે વધુ એક વખત માથાભારે કહેવાતા શખ્સની શાન ઠેકાણે લાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande