પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.) ઘી ઈકોનોમીક ફોર હેલ્થ એન્ડ એજયુકેશન ગ્રોથ દ્વારા દેશના અગ્રણી શિક્ષણવીદોને શિક્ષણના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે દર વર્ષે અપાતા ઈન્ડીયા એજયુકેશન એકસેલન્સ લીડરશીપ એવોર્ડ માટે ગુજરાત ભાજપના અગ્રણી, શિક્ષણવિદ, સરસ્વતી સ્કુલના સંચાલક તથા પાંચ વિષયમાં એમ.કોમની પદવી મેળવનાર પ્રદિપખીમાણીની પસંદગી કરવામાં આવી છે. પ્રદિપ ખીમાણી 1980 થી શિક્ષણક્ષેત્રમાં પ્રદાન આપી રહ્યા છે. ખીમાણીને આ અગાઉ સતર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યા છે.
ભારત જયોતિ એવોર્ડ,બેસ્ટ સીટીઝન ઓફ ઈન્ડીયા એવોર્ડ,રાષ્ટ્રીય રત્ન એવોર્ડ,રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ,ઇન્દિરા ગાંધી સદ્ભાવના એવોર્ડ,ગ્લોબલ ઈન્ડીયન ઓફ ધી યર એવોર્ડ, પ્રાઈડ ઓફ ઈન્ડીયા એવોર્ડ,ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર મીલેનીયમ એવોર્ડ, ભારત જયોતિ પુરસ્કાર, ઈન્ડીયા શીક્ષા રત્ન એવોર્ડ,ગ્લોરી ઓફ ઈન્ડીયા એવોર્ડ,રાષ્ટ્રીય પ્રગતિ એવોર્ડ, ઈન્ડો-થાઈલેન્ડ ઈન્ટરનેશનલ અચીવર્સ એકસેલન્સ એવોર્ડ ફોર ટેલન્ટેડ પર્સનાલીટી-2018,ઈન્ડો રશીયા ફ્રેન્ડશીપ એવોર્ડ ફોર ઈકોનોમીક ડેવલપમેન્ટ, ભારત ગૌરવ પુરસ્કાર, ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ એજયુકેશન એકસેલન્સ એવોર્ડ, ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ ઈન એજયુકેશન મળેલ છે, 22ડિસેમ્બર, 2025 ના રોજ દિલ્હી ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સેમીનારમાં પ્રદિપ ખીમાણીને ઉપસ્થિત રહેવા, પ્રવચન આપવા તથા એવોર્ડ સ્વીકારવા માટે નિમંત્રણ મળેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya