ચોર્યાસી તાલુકાના કવાસ ગામે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન 3.0’ હેઠળ જનજાગૃત્તિ અભિયાન
સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)- વિકાસ સપ્તાહ-2025ને અનુલક્ષીને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન 3.0’ શરૂ છે, જેમાં યુવાનોને તમાકુમુક્ત પેઢી તરફ દોરી જઈ તેમના તંદુરસ્ત અને ઉજળા ભવિષ
ચોર્યાસી તાલુકાના કવાસ ગામે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન 3.0’ હેઠળ જનજાગૃત્તિ અભિયાન


સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)- વિકાસ સપ્તાહ-2025ને અનુલક્ષીને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન 3.0’ શરૂ છે, જેમાં યુવાનોને તમાકુમુક્ત પેઢી તરફ દોરી જઈ તેમના તંદુરસ્ત અને ઉજળા ભવિષ્ય માટે આગામી 60 દિવસો માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમાકુવિરોધી જનજાગૃત્તિ અભિયાન હેઠળ ચોર્યાસી તાલુકાના કવાસ ગામે ચોર્યાસી આરોગ્ય ટીમે વ્યસનમુક્તિ રેલી યોજી વ્યસનથી થતા નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો, તમાકુ નિયંત્રણ અધિનિયમ, તમાકુમુક્ત (સ્મોક ફ્રી) ગામ અને તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થા બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના ભાવિ સમાન બાળકોને વ્યસનથી દૂર રહેવા તેમજ શારીરિક-માનસિક સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરવા અપીલ કરાઇ હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, એપેડેમિક મેડિકલ ઓફિસરની વડપણ હેઠળ ડિસ્ટ્રીકટ કાઉન્સેલર કીર્તિરાજ સોલંકી, પ્રા.આ. કેન્દ્રના કાર્યકર મયુર સોલંકી અને સંદીપ પટેલ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તમાકુથી થતા ગંભીર નુકસાન વિષે સમજ આપી હતી. કવાસ ગ્રામ પંચાયતના તલાટી સેજલ પટેલલે તમાકુમુક્ત ગામ બનાવવાની પ્રસ્તાવના રજૂ કરી હતી. વધુમાં નિયમ મુજબ શાળાની 100 વારની ત્રિજ્યામાં તમાકુ વેચાણ ન કરી શકાય એ અંગે અમલવારી કરાવી હતી. સી.એચ.ઓ તેમજ ફિમેલ હેલ્થ વર્કર ભૂમિકાબેન અને રાધાબેને સૌને વ્યસનમુક્તિના શપથ લેવડાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande