સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.): સરથાણા જકાતનાકા, ગોકુલમ આર્કેડમાં આવેલ ધ્રીતી ઈન્વેસ્ટમેન્ટ નામની ભાગીદારી પેઢીના સરખેદી દંપતિએ અડાજણના વેપારી પાસેથી શેર બજારના રોકાણના બહાને 2.67 કરોડ પડાવી ચુનો ચોપડ્યો હતો.
અડાજણ, સમર્થ પાર્ક, શક્તિ ટાવરમાં રહેતા 62 વર્ષીય મહેશકુમાર ખુશાલચંદ જાજુ વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. મૂળ રાજસ્થાનના બુંદી જીલ્લાના વતની મહેશકુમારને ભેટી ગયેલા માર્શલ કનુ સરખેદી અને તેની પત્ïની નિધી કનુ સરખેદીએ શેરબજરમાં રોકાણ કરવાનું કહી સરથાણા જકાતનાકા, ગોકુલમ આર્કેડમાં ધ્રીતી ઈન્વેસ્ટમેન્ટ નામને ભાગીદારી પેઢી બનાવી તેમા પાર્ટનર તરીકે રહી 4.35 કરોડનું રોકાણ કરાવ્યું હતુ, આ રોકાણ 26 જાન્યુઆરી 2023 થી 20 જુલાઈ 2024 સુધીમાં કરવામાં આવ્યુ હતું. જેમાંથી સરખેદી દંપતિએ તેમને 1.75 કરોડ પરત આપ્યા હતા. જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા 2,68,73,505નું નુકશાન કરાવી શેર બ્રોકીંગ કંપનીના ખોટા બનાવટી લેઝક રિપોર્ટ તથા સ્ક્રીપ્ટવાઈઝ ગ્લોબલ રિપોર્ટની નકલોની પીડીએફ મોકલી નફો થાય છે તેવુ બતાવી મહેશકુમારને કોઈ નફો નહી કરી આપી પેઢીમાં મુકશાન કરી છેતરપિંડી કરી હતી. મહેશકુમારની ફરિયાદને આધારે સરથાણા પોલીસે દંપતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે