મહેસાણા, 15 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે SJPU (Special Juvenile Police Unit) અને ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઇ. આ મિટિંગમાં આ મહિનામાં જિલ્લામાં નોંધાયેલા કેસો પર વિશ્લેષણ અને આગળની કાર્યવાહી માટેની કામગીરી પર ચર્ચા કરવામાં આવી.
મિટિંગ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટર, ચાઈલ્ડ હેલ્પ લાઇન, અને પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમના અનુભવ અને માહિતી શેર કરી. SJPU અને ચાઈલ્ડ વેલફેર ટીમે બાળ સુરક્ષા, ગુમ થયેલા બાળકો, સામાજિક મામલાઓ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરીને ચર્ચા કરી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારની મિટિંગ નિયમિત રીતે યોજીને જિલ્લામાં બાળકો સાથે થયેલી દુઃખદ ઘટનાઓને ટાળવા અને ઝડપથી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે. મિટિંગમાં આ વર્ષે નોંધાયેલા કેસોનું સમીક્ષા અને નવા પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ મિટિંગ દ્વારા SJPU અને ચાઈલ્ડ વેલફેર ટીમના કર્મચારીઓ વચ્ચે સમન્વય વધારે મજબૂત થયો અને બાળકોની સુરક્ષા માટે કડક અને યોગ્ય પગલાં હાથ ધરવાના પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR