પોરબંદરમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સ પાંચ વર્ષે ઝડપાયો
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમા સગીરાને અપહરણ અંગેનો ગુન્હો નોંધાયો હતો, આ શખ્સને એલસીબીએ પાંચ વર્ષે ઝડપી લીધો હતો. બગવદર પોલીસ સ્ટેશનમા આજથી પાંચ વર્ષ પૂર્વે સગીરના અપહરણ અંગે પારવાડા ગામના નાથા ઉર્ફે ભદીયો રામભા
પોરબંદરમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સ પાંચ વર્ષે ઝડપાયો.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમા સગીરાને અપહરણ અંગેનો ગુન્હો નોંધાયો હતો, આ શખ્સને એલસીબીએ પાંચ વર્ષે ઝડપી લીધો હતો. બગવદર પોલીસ સ્ટેશનમા આજથી પાંચ વર્ષ પૂર્વે સગીરના અપહરણ અંગે પારવાડા ગામના નાથા ઉર્ફે ભદીયો રામભાઇ પરમાર સામે ફરીયાદ નોંધાઇ હતી. આ શખ્સ પોલીસથી સતત નાસતો ફરતો હતો આ શખ્સ ચૌટા ચેક પોસ્ટ પાસેથી પસાર થવાનો છે તેના આધારે એલસીબીએ વોચ ગોઢવી હતી અને ઝડણી લીધો હતો, અને તેમનો કબ્જે બગવદર પોલીસ સ્ટેશનને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande