સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.) વરાછા એલ.એચ.રોડ વિસ્તારમાં રહેતા દલાલ પાસેથી મીનીબજાર ઠાકોરદ્રા સોસાયટીમાં આવેલ ઓફિસ પેટે 10 લાખ પડાવી લીધા બાદ ઓફિસનો દસ્તાવેજ બનાવી નહી આપી છેતરપિંડી કરનાર મહિલા સામે પોલીસમાં ગુનો નોîધાયો છે.
તીરુપતિï સોસાયટી, મારૂતી ચોક, ઍલ.ઍચ.રોડ, વરાછા ખાતે રહેતા અને દલાલીનુ કામકાજ કરતા નિલેશ વિનુભાઈ દુધાત એ 23 માર્ચ ના રોજ વરાછા મીનીબજાર, ઠાકોરદ્રાર સોસાયટીમાં શિવરત્ïન કોમ્પેક્ષમાં આવેલ અોફિસ 10 લાખમાં ખરીદી હતી. ઓફિસના માલીક જાગુતિબેન મયુરકુમાર વેકરીયા ઍ પુરેપુરા પૈસા પડાવી લીધા બાદ નિલેશ દુધાતને ઓફિસનો દસ્તાવેજ બનાવી આપવા કહેવા છતાંયે બનાવી આપ્યો ન હતો. જેથી આખરે નિલેશ દુધાતે ઓફિસ પેટે આપેલા 10 લાખ પરત માંગતા ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. વરાછા પોલીસે જાગુતિ વેકરીયા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે