સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.) શહેરના ભટાર વિસ્તારમાં આઝાદ નગર પાસે રહેતા યુવકે ગતરોજ સોશિયલ મીડિયામાં ફેક આઇડીઓ ધરાવતા અજાણ્યા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં અજાણ્યા ઇસમે યુવકનો તથા તેના સાળી, સાળા તથા સગા સંબંધીઓના ફોટાઓ બોગસ આઈડી માં અપલોડ કરી તેમને સગા સંબંધીઓમાં બદનામ કર્યા હતા. જેથી ભોગ બનનાર યુવકે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની અને સુરતના ભટાર વિસ્તારમાં આઝાદ નગર પાસે શ્રીરામ માર્બલ પાસે આવેલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતા જીગર મુકેશભાઈ ભેદી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓએ ઇન્સ્ટાગ્રામમાં પાંચ અલગ અલગ નામથી બોગસ આઈડી ચલાવતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા ઈસમે તેમના તથા તેમની સાળી તથા સા સાળા અને સગા સંબંધીઓના ખોટા ખોટા આઈડી બનાવી તેમાં તેમના ફોટાઓ પ્રોફાઇલમાં મૂકી તથા સ્ટોરીમાં મૂકી સગા સંબંધીઓને બદનામ કર્યા હતા. જેથી આખરે અજાણ્યા વ્યક્તિનો સંપર્ક કરી તેમને આ ફોટા અને સ્ટોરી હટાવવા લેવાનો જણાવતાં તેને ના પાડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર જીગર એ આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બદનક્ષી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે