સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.) શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે રહેતો અને નીલગીરી સર્કલ પાસે બ્રાન્ડેડ બુટ શૂઝ ની આડમાં ડુબલીકેટ માલનું વેચાણ કરતા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂપિયા 3.60 લાખની 672 નંગ બુટ ની જોડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે તેની સામે કોપી રાઈટનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
દિલ્હીના મથુરા રોડ પર સુખદેવ વિહારમાં રહેતા દીપકભાઈ રામપ્રીત રામ એ ગતરોજ સુરત આવી લિબાયત પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે શિવમ કોમ્પ્લેક્સ માં રહેતો નોમાં અયુબ મેમણ લીંબાયત નીલગીરી સર્કલ પાસે સાર્વજનિક સ્કુલની બિલ્ડીંગમાં નવા નગર ખાતે માસ્ટર શૂઝ નામની દુકાન ચલાવે છે. આ દુકાનમાં તે NIKE, HUGO BOSS, PRADA, LACOSTE નામની બ્રાન્ડેડ કંપનીના કોપી કરેલા બુટ નું વેચાણ કરતો હતો. દીપકભાઈએ પોલીસના સાથે રાખી માસ્ટર શૂઝની દુકાન પર દરોડા પાડતા તેમની દુકાનમાં અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની કોપી કરેલા શૂઝ મળી આવ્યા હતા. જેમાં તેમની પાસેથી NIKE, HUGO BOSS, PRADA, LACOSTE કંપનીના લોગોનુ કોપી કરેલા 131 જોડી શૂઝ તથા કુલ્લે ફલીપ ફલોપ (સ્લાયડર)ની જોડી -205 અને અન્ય સુઝ, ફલીપ લોપ (સ્લાયડર) મળી કુલ્લે 672 નંગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂપિયા 3.60 લાખની કિંમતના 672 નંગ બુટની જોડી કબજે કરી તેમની સામે કોપી રાઈટ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે