લાઈટ એન્ડ સાઉન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા જલ સે નલ ટ્રાફિક આઈલેન્ડનું લોકાર્પણ કરતા મંત્રી કનુભાઈ દેસાઈ
નવસારી, 15 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહ અંતર્ગત આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલા રૂ. 4.33 કરોડના ટાટા તળાવ લાઈટ એન્ડ સાઉન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા રૂ. 9.85 લાખના ના કેચ ધ રેન થીમ
જલ સે નલ


નવસારી, 15 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહ અંતર્ગત આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલા રૂ. 4.33 કરોડના ટાટા તળાવ લાઈટ એન્ડ સાઉન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા રૂ. 9.85 લાખના ના કેચ ધ રેન થીમ આધારિત આશાનગરમાં જલ સે નલ ટ્રાફિક આઈલેન્ડનું લોકાર્પણ નાણા - ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ, સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, સ્થાનિક પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande