ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં એડમિશન વિવાદ: ફી વસૂલ્યા બાદ પ્રવેશ રદ
સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.)-સુરત જિલ્લાના બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડિયા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. ફિઝિયોથેરાપી વિભાગમાં મર્યાદિત બેઠકો હોવા છતાં યુનિવર્સિટીએ વધુ વિદ્યાર્થીઓના એડમિશન સ્વીકારી ફી વસૂલ કરી હતી. પરંતુ બાદમાં એડમિશન
uka tarsadi


સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.)-સુરત જિલ્લાના બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડિયા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. ફિઝિયોથેરાપી વિભાગમાં મર્યાદિત બેઠકો હોવા છતાં યુનિવર્સિટીએ વધુ વિદ્યાર્થીઓના એડમિશન સ્વીકારી ફી વસૂલ કરી હતી. પરંતુ બાદમાં એડમિશન રદ કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

મોડી રાત્રે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ગેટ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીએ તેમની સાથે છેતરપિંડી કરી છે અને તેમના ભવિષ્યને અનિશ્ચિતતામાં ધકેલી દીધું છે.

મહુવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. હાલ પરિસ્થિતિ શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓમાં અસંતોષ યથાવત છે.

આ બનાવને પગલે શિક્ષણ પ્રણાલીની પારદર્શિતા અને યુનિવર્સિટી વ્યવસ્થાપન પર પ્રશ્નો ઊભા થયા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમના એડમિશન પુનઃસ્થાપિત કરવામાં આવે અથવા સંપૂર્ણ ફી પરત આપવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande