ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામાં લેવાયાં
- મુખ્યમંત્રી રાજીનામાંની યાદી રાજ્યપાલને સોંપશે - આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ ગાંધીનગર, 16 ઓકટોબર (હિ.સ.): ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા શપથગ્રહણ કાર્યક્રમને લઈને ગાંધીનગરમાં રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યા છે. ભૂપેન્દ્ર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ


- મુખ્યમંત્રી રાજીનામાંની યાદી રાજ્યપાલને સોંપશે

- આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ

ગાંધીનગર, 16 ઓકટોબર (હિ.સ.): ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા શપથગ્રહણ કાર્યક્રમને લઈને ગાંધીનગરમાં રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવાઈ ગયાં છે. મુખ્યમંત્રી સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે.

સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. જે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે. બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ-પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત આવી ગયા છે, સાથે જ ધારાસભ્ય નિવાસસ્થાને મોટા ભાગના ધારાસભ્યો આવી ગયા છે.

આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળશે. સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande