રેલવેમાં કામગીરીના કારણે કાનાલુસ–પોરબંદર લોકલ ટ્રેન 30 નવેમ્બર સુધી અસરગ્રસ્ત રહેશે
ભાવનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મંડળના લાખાબાવલ–પીપળી–કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલ લાઇનના કામને કારણે 30 નવેમ્બર, 2025 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે અસરગ્રસ્ત રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિ
રેલવેમાં કામગીરીના કારણે કાનાલુસ–પોરબંદર લોકલ ટ્રેન 30 નવેમ્બર સુધી અસરગ્રસ્ત રહેશે


ભાવનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મંડળના લાખાબાવલ–પીપળી–કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલ લાઇનના કામને કારણે 30 નવેમ્બર, 2025 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે અસરગ્રસ્ત રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

આંશિક રીતે પ્રભાવિત ટ્રેનો:

• ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ

આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2025 દરમિયાન પોરબંદરથી પ્રસ્થાન કરીને ગોપજામ સુધી ચાલશે અને ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ

આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2025 દરમિયાન કાનાલુસની બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ–ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

મુસાફરોને જણાવવામાં આવ્યું કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે. ટ્રેનોના સંચાલન સંબંધિત તાજી માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પર મુલાકાત લે, જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande