જિલ્લાના ઈન્ફ્લૂએન્સર્સ સાથે રાજ્ય સરકારના વિકાસ કાર્યો બાબતે ગોષ્ઠી યોજતા કલેક્ટર
ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.): છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાઇ રહેલ ''વિકાસ સપ્તાહ'' અન્વયે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જિલ્લાના ઈન્ફ્લૂએન્સર્સ સાથે જિલ્લા કલેકટર કચેરી
જિલ્લાના ઈન્ફ્લૂએન્સર્સ


ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.): છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાઇ રહેલ 'વિકાસ સપ્તાહ' અન્વયે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જિલ્લાના ઈન્ફ્લૂએન્સર્સ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી.

જિલ્લાના પ્રભાવકો (ઈન્ફ્લૂએન્સર્સ) સાથે 'વિકાસ સપ્તાહ' દરમિયાન કરેલા વાર્તાલાપ અને તે અંતર્ગત આપેલી સમજની ફલશ્રુતિરૂપે અને પ્રભાવકોને તેમના કરેલા કાર્યને પણ અનુમોદન મળે તે માટે આ બેઠકનું આયોજન આજે સાંજેઆજે સાંજે કરાયું હતું.

જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયે જિલ્લાના પ્રભાવકો સાથે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તે માટે અને આ યોજનાઓ દ્વારા જનસામાન્યના જીવનમાં પરિવર્તન આવે તે માટે રાજ્ય સરકારે ઉઠાવેલા વિવિધ પગલાંઓ અને સિદ્ધિઓની વાત પ્રભાવકો સમક્ષ રજૂ કરી હતી. જિલ્લા કલેકટરએ છેલ્લા અઠવાડિયા દરમિયાન વિવિધ પ્રભાવકો સાથે થયેલી મુલાકાત અને આ મુલાકાતોના રિલ્સ કે વીડિયોરૂપે તેમણે કરેલી પોસ્ટનો કેવો રિસ્પોન્સ કે પ્રતિભાવ આવ્યો છે, તે બાબતે જિલ્લાના પ્રભાવકો સાથે વન-ટુ-વન વાત કરી હતી અને તેને કઈ રીતે વધુ ઉપયોગી બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

જિલ્લા કલેકટરએ આયુષ્યમાન યોજના, ડ્રોન દીદી, એક પેડ માં કે નામ, સ્વચ્છતા હી સેવા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરીને તેનાથી સમાજ જીવનમાં કેવો બદલાવ આવ્યો છે, તેનું પરિદ્રશ્ય રજૂ કર્યું હતું.

જિલ્લા કલેકટરએ આજની પેઢી જ્યારે ડિજિટલ દુનિયાથી વધુ અભિપ્રેરિત છે, ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ સમાજ જીવનના કલ્યાણ અને ઉદ્ધાર માટે કરીને તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે આ પ્રભાવકો પ્રભાવક ભૂમિકા ભજવી શકે છે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રભાવકો તેમના કન્ટેન્ટના નિર્માણ દ્વારા સમાજની મોટી સેવા કરી શકે છે તેવી અપેક્ષા પણ કલેક્ટરએ આ તકે વ્યક્ત કરી હતી.

કલેકટરએ જિલ્લાના પ્રભાવકોને છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે સમાજ જીવનને અવગત કરાવવાના તેમના પ્રયાસોની સરાહના કરી ભવિષ્યમાં પણ આ પ્રકારે રાજ્ય સરકારની યોજનાઓ જન સામાન્ય સુધી પહોંચે તે માટે યોગ્ય પ્લેટફોર્મ આ પ્રભાવકો પૂરું પાડશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

કલેકટરએ તમામ પ્રભાવકોને પ્રમાણપત્ર આપી અને સોશિયલ મીડિયામાં જનજાગૃતિના તેમના પ્રયત્નોને બીરદાવ્યાં હતાં.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, એન.આઈ.સી.ના અધિકારી અદનાન અહેમદ, જિલ્લા માહિતી અધિકારી સુનિલ પટેલ, જિલ્લાના પ્રભાવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande