મહેસાણા જિલ્લામાં PHC અને AAM સેન્ટરોની મુલાકાત પછી DE-BRIEFING મીટિંગ યોજાઈ
મહેસાણા,16 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના રેન્ડમલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને AAM સેન્ટરોની તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ આરોગ્ય સેવાઓની ગુણવત્તા, કામગીરીની સ્થિતિ અને કેન્દ્રોમાં લોકલોકારની સુવિધાઓની સમીક્
મહેસાણા જિલ્લામાં PHC અને AAM સેન્ટરોની મુલાકાત પછી DE-BRIEFING મીટિંગ યોજાઈ


મહેસાણા,16 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના રેન્ડમલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને AAM સેન્ટરોની તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ આરોગ્ય સેવાઓની ગુણવત્તા, કામગીરીની સ્થિતિ અને કેન્દ્રોમાં લોકલોકારની સુવિધાઓની સમીક્ષા કરવી હતો.

વિઝિટ બાદ DE-BRIEFING મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય કલેક્ટર તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા. મીટિંગમાં તાલુકાના PHC અને AAM સેન્ટરોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. દરેક કેન્દ્રના સ્ટાફ દ્વારા સ્થળે આવતા પ્રશ્નો, પડકારો અને સુધારા માટેની સૂચનો રજૂ કર્યા.

કલેક્ટરે મીટિંગમાં સ્ટાફને માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રોમાં કાર્યક્ષમતા વધારવા માટે નિયમિત ચેકિંગ, દર્દીઓની સુવિધા અને સેવાઓનું યોગ્ય Documentation આવશ્યક છે. જિલ્લા વિકાસ અધિકારીએ કેન્દ્રોના સફળતાભર્યા ઉદાહરણો શેયર કર્યા અને તમામ સેન્ટરોમાં સેવા સ્તરને મજબૂત કરવા માટે આવશ્યક પગલાં અંગે સૂચનો આપ્યા.

આ DE-BRIEFING મીટિંગ દ્વારા કેન્દ્રોની કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત થઈ અને આગામી સમયમાં આરોગ્ય ક્ષેત્રે સુધારા માટે સચોટ આયોજન માટે આધાર તૈયાર થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande