પાટણમાં દિવાળીની રોનક : બજારોમાં તહેવારોનો રંગ
પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી અને તે સંબંધિત તહેવારોને લઈને પાટણ જિલ્લાના બજારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી અને દશેરા પછી, પ્રકાશ પર્વ તરીકે ઓળખાતા દિવાળીની શરૂઆત 17મી ઓક્ટોબરના રોજ વાઘબારસથી થશે. તહેવારોની આ શ્રેણી 5મી નવેમ્બર, દ
પાટણમાં દિવાળીની રોનક : બજારોમાં તહેવારોનો રંગ


પાટણમાં દિવાળીની રોનક : બજારોમાં તહેવારોનો રંગ


પાટણમાં દિવાળીની રોનક : બજારોમાં તહેવારોનો રંગ


પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી અને તે સંબંધિત તહેવારોને લઈને પાટણ જિલ્લાના બજારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી અને દશેરા પછી, પ્રકાશ પર્વ તરીકે ઓળખાતા દિવાળીની શરૂઆત 17મી ઓક્ટોબરના રોજ વાઘબારસથી થશે. તહેવારોની આ શ્રેણી 5મી નવેમ્બર, દેવ દિવાળી સુધી ચાલશે. પાટણમાં લોકો મીઠાઈ, ડ્રાયફ્રૂટ અને રેડીમેડ કપડાંની દુકાનો પર ખરીદી માટે ઉમટી રહ્યા છે. બજારમાં ફટાકડાના સ્ટોલ પણ ખુલ્યા છે અને ધૂમ જોવા મળી રહી છે.

18મી ઓક્ટોબરે ધનતેરસ ઉજવાશે જેમાં લક્ષ્મીજી અને કુબેરની પૂજા કરવામાં આવશે. લોકો સોના-ચાંદીની ખરીદી કરે છે અને જ્વેલર્સને પણ સારી વેચાણની આશા છે. 19મી ઓક્ટોબરે કાળી ચૌદશ નિમિત્તે હનુમાનજીના મંદિરોમાં ભક્તો ભાવપૂર્વક તેલ અર્પણ કરશે. 20મી ઓક્ટોબરે દિવાળીના મુખ્ય પર્વની ઉજવણી થશે, જયારે ઘરઘરમાં દીવડા પ્રકાશિત થશે અને લોકો તહેવારની ખુશીઓ વહેંચશે.

22મી ઓક્ટોબરે નૂતન વર્ષ આરંભે લોકો એકબીજાને 'સાલ મુબારક' કહેતા શુભેચ્છાઓ આપશે. 23મી ઓક્ટોબરે ભાઈબીજ અને 26મી ઓક્ટોબરે લાભપાંચમ ઉજવાશે. આ દિવસે વેપારીઓ શુભમુહૂર્તમાં પોતાના ધંધાની શરૂઆત કરે છે. તહેવારોના આ અવસરે પાટણનાં વતનીઓ પણ પોતાનાં વતન પરત આવી રહ્યા છે, જેને કારણે બસ અને ટ્રેનોમાં એડવાન્સ બુકિંગની વહેવાર વધી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande