દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા 12 એકસ્ટ્રા બસ મૂકાઈ
ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના નાગરિકોને તેમના વતન પહોંચાડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત તહેવાર દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે વેરાવળ એ.ટ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા 12 એકસ્ટ્રા બસ મૂકાઈ


ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના નાગરિકોને તેમના વતન પહોંચાડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત તહેવાર દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે વેરાવળ એ.ટી. ડેપો દ્વારા ૧૨ વધારાની એક્સ્ટ્રા બસો દોડાવશે.

ગુજરાતના નાગરિકો દિવાળીની ઉજવણી તેમના વતનમાં કરી શકે તે માટે GSRTC સજ્જ છે. જેમાં વેરાવળ એ.ટી.ડેપો દ્રારા વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

વેરાવળ એ.ટી.ડેપોને મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને ધ્યાને લઈને એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૬થી દિવાળીના તહેવારોમાં સુરત અમદાવાદ તરફથી સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં આવતા મુસાફરો માટે રોજે રોજ ૧૨ વધારાના વાહનોથી વધારાના એક્સ્ટ્રા રૂટ પર ચલાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ટ્રાફિકનું પ્રમાણ વધારે રહેશે તો વધારે વાહનો પણ એક્સ્ટ્રા સંચાલનમાં મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ખાસ તો તહેવારો ઉપર ખાનગી વાહનો અને ટ્રાવેલ્સો દ્વારા મુસાફરીમાં મસમોટા ભાડાઓ વસૂલાતા હોઈ છે, જેને લઈ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોને એસ.ટી વિભાગના નિયમ અનુસાર ભાડાઓ ચૂકવી મુસાફરી કરે તેને લઈ ખાસ દિવાળી તહેવારમાં એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે અને લોકોને વધુમાં વધુ એસ.ટીની મુસાફરી કરે તે અંગે અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande