ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વેરાવળ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંગે નાટક યોજાયું હતું. આ નાટક થકી મુસાફર સહિતના લોકોને સ્વચ્છતા રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યાં હતાં.
વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ અને સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત વેરાવળ એસ.ટી.બસ સ્ટેશન ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
આ નાટક દ્વારા મુસાફર જનતાને પોતાનું ઘર અને આંગણું સ્વચ્છતા રાખવા અને આસપાસના વિસ્તારોમાં, મુસાફરીના સાધનોમાં સ્વછતા જાળવવા તેમજ કચરો કચરા પેટીમાં જ નાખવા અને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા સહિતની જાગૃતિ લાવવા નાટકના માધ્યમથી માહિતગાર કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ