નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) ગુરુવારે, ભારતની તેમની ત્રણ દિવસીય મુલાકાતના પહેલા
દિવસે, શ્રીલંકાના
પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયા દિલ્હી યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત હિન્દુ કોલેજ
પહોંચ્યા. કોલેજની ઇન્ડિયન મ્યુઝિક સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં,
વિદ્યાર્થીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કોલેજમાં વિવિધ
કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે પોતાની ભૂતકાળની યાદોને યાદ કરી. તેમણે 1991 થી 1994 સુધી હિન્દુ
કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને સમાજશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ, પોતાના કોલેજના દિવસોને
યાદ કરતા લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું, અહીં પાછા આવીને ખૂબ આનંદ થાય છે. ઘણો સમય થઈ
ગયો છે. નવા વિદ્યાર્થીઓને જોઈને આશાની ભાવના જાગી છે.
તેમના વિદ્યાર્થીકાળની યાદો શેર કરતા તેમણે કહ્યું, જ્યારે હું
કોલેજમાં આવી, ત્યારે હું સપના, અનિશ્ચિતતાઓ, આશાઓ, પ્રશ્નો અને થોડી
ગભરાટના મિશ્રણથી ભરાઈ ગઈ હતી. આજે, ત્રણ દાયકા પછી એ જ નાના દરવાજાને પાર કરીને, મને દુઃખ અને
પ્રશંસાનો અનુભવ થયો.”
તેમણે કહ્યું કે,” કોલેજ, જેમાં એક સમયે થોડીક જર્જરિત ઇમારતો હતી, તે હવે સ્માર્ટ
વર્ગખંડો, અદ્યતન
પ્રયોગશાળાઓ અને સમૃદ્ધ સંશોધન કાર્યક્રમો સાથે એક જીવંત સંસ્થા બની ગઈ છે. આ
ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને અનુરૂપ છે.”
પ્રધાનમંત્રી અમરસૂર્યાને ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે, હિન્દુ કોલેજ
દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું, જેમાં તેમની લાંબી શૈક્ષણિક અને રાજકીય સફર પર પ્રકાશ
પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,” આ મુલાકાતનો હેતુ ભારત-શ્રીલંકા સંબંધોને
વધુ મજબૂત અને વધારવાનો છે.”
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ