પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.): રાધનપુરના ચોક્સી બજારમાં આવેલી લલીતકુમાર વલ્લભદાસ સોની જ્વેલર્સ દુકાનમાં 2 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે ચોરીની ઘટના બની હતી. દુકાનમાં ચાર અજાણી મહિલાઓ પ્રવેશી હતી અને ફરિયાદીના પિતાની નજર ચૂકવીને કાનમાં પહેરવાની સોનાની કડીના 15 જોડ (કુલ 30 નંગ) ચોરીને ફરાર થઈ ગઈ હતી.
ચોરી થયેલા દાગીનાનું વજન આશરે 25 ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત રૂપિયા 2,50,000 થાય છે. દુકાનના માલિક જોન્ટી લલીતકુમાર વલ્લભદાસ દ્વારા રાધનપુર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાધનપુર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો નોંધી લીધો છે અને CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે આરોપી મહિલાઓને ઝડપવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ