અમદાવાદ,2 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ જિલ્લાના ચુંવાળ પંથકના ગામોમાં વર્ષો જૂની રાવણ વધ અને પ્રાંપરગત ભવાઇ ના કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ ચુંવાળ પંથકના ગામોમાં, વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે રાવણ વધ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ સાથે જ વર્ષો જૂની પરંપરા જાળવી રાખવામાં આવી હતી.
વર્ષો જૂની પરંપરા અનુસાર ચુંવાળ પંથકના અનેક ગામોમાં મંડળો દ્વારા નાટક અને ભવાઈ જેવા કાર્યક્રમો યોજાયા હતા. રામપુરા ગામના પટેલવાસમાં અંબેમાય મંડળ દ્વારા, નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના સમાપન રૂપે દશેરાના દિવસે રાવણ વધનો કાર્યક્રમ યોજાયો.આ રાવણ વધ કાર્યક્રમને નિહાળવા માટે રામપુરા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ પરંપરાગત કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ