પ્રાકૃતિક કૃષિ -2025 કેશોદ તાલુકાના અજાબ ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ તાલીમ દ્વારા ગામના કુલ 100 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવ્યુ
જૂનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ કેશોદ તાલુકાના અજાબ ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ હતી. આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા ક્લસ્ટર બેજ તાલીમ અંતર્ગત કેશોદ તાલુકાના અજાબ ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આત્મા પ્રોજેક્
પ્રાકૃતિક કૃષિ અભિયાન


જૂનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.)

જૂનાગઢ કેશોદ તાલુકાના અજાબ ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ હતી. આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા ક્લસ્ટર બેજ તાલીમ અંતર્ગત કેશોદ તાલુકાના અજાબ ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.જી. રાઠોડ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ તે વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ ચંદ્રવાડીયા ખીમજીભાઈ એસો.પ્રોફેસર બી.આર.એસ કોલેજ માંગરોળ દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોનું મહત્વ, પ્રાકૃતિક કૃષિનું મહત્વ, તેમજ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઇનપુટનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા ગામના કુલ 100 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવ્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande