બાંટવા નગરપાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા સ્વચ્છતા સંવાદ યોજાયો ઘર, શેરી, બજાર, શાળામા સ્વચ્છતા જાળવવા વિધાર્થીઓને અપીલ કરવામાં આવી
જૂનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાંટવા નગરપાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. વી.જે. સુરેજા દ્વારા શ્રીકન્યા વિનય મંદિરની વિધાર્થીઓ સાથે સ્વચ્છતા સંવાદ યોજવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા સંવાદ અંતર્ગત ડો.વી.જે.
સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા સ્વચ્છતા


જૂનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાંટવા નગરપાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. વી.જે. સુરેજા દ્વારા શ્રીકન્યા વિનય મંદિરની વિધાર્થીઓ સાથે સ્વચ્છતા સંવાદ યોજવામાં આવ્યો હતો.

આ સ્વચ્છતા સંવાદ અંતર્ગત ડો.વી.જે.સુરેજા દ્વારા નગરપાલિકા દ્વારા યોજવામા આવતી દરેક સ્વચ્છ ભારત અભિયાનને લગત કેમ્પેઇનમા જોડાવા વિધાર્થીઓને અપીલ કરવામા આવી હતી. તેમજ આવનારા દિવાળીના તહેવાર દરમ્યાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા આહવાન કર્યુ હતુ. આ ઉપરાંત આપણા ઘર, શેરી, મહોલ્લા, બજાર, શાળામા સ્વચ્છતા જાળવવા અને નગરપાલિકાને સાથ અને સહયોગ આપવા વિધાર્થીઓને સ્વચ્છતા સંવાદના માધ્યમ દ્વારા સંદેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande